About Pu.Gitadidi
પ. પૂ. ગીતાદીદી એટલે ધર્મ, અધ્યાત્મ, સેવા અને સમર્પણનું પ્રકાશિત રત્ન. સંતો અને શૂરવીરોની ભૂમિ સૌરાષ્ટ્રના અમરેલી શહેરમાં 16 માર્ચ 1978ના દિવસે પવિત્ર જીવનકાર્ય માટે પૂ. દીદીનો જન્મ થયો.
શ્રી સદગુરુ ત્રિલોકનાથજીએ આ દિવ્ય રત્નને માત્ર સાત વર્ષની ઉંમરે ઓળખી કાઢ્યું. શ્રી સદગુરુની કૃપા અને આજ્ઞાથી કેવળ 11 વર્ષની કુમળી વયે પૂ. દીદીએ વ્યાસપીઠ જેવા ગરિમામય સ્થાનને સુશોભિત કર્યું. રામકથામૃતનું પાન કરાવીને સમાજના બહોળા સમુદાયને વ્યથામુક્ત કરવાનું બીડું ઝડપ્યું.
